રીપબ્લીકન પાર્ટીના કેવીન મેક્કાર્થીને અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ પદથી હટાવાયા
Live TV
-
રાષ્ટ્રપતિ ચૂંટણીના એક વર્ષ પહેલા મેક્કાર્થીની જગ્યા લેવા માટે ચૂંટણી યોજાશે.
રીપબ્લીકન પાર્ટીના કેવીન મેક્કાર્થીને અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ પદથી હટાવાયા છે. 234 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર 216- 210 મત સાથે સ્પીકરનું પદ ખાલી કરવાના પ્રસ્તાવને સમર્થન કર્યું છે. ગઇકાલે મોડી રાત્રે મેક ગેટે સ્પીકરને પદ પરથી દૂર કરવા ગૃહમાં દરખાસ્ત રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ચૂંટણીના એક વર્ષ પહેલા મેક્કાર્થીની જગ્યા લેવા માટે ચૂંટણી યોજાશે. તેઓએ અમેરિકામાં શટ્ટડાઉન રોકવા માટે સ્ટોપ ગેપ ફંડીંગ ઉપાયને મંજૂર કરવા માટે ડેમોક્રેટને સાથ આપ્યો હતો. એવું જણાવવામા આવે છે કે, મેક્કાર્થીનું આ પગલુ રીપબ્લીકન પાર્ટીના નેતાઓને પસંદ નહોતું. કેવીન મેક્કાર્થીને અધ્યક્ષ પદ પરથી હટાવ્યા પછી સદનનું વિધાયી કામકાજ બંધ પડી ગયું છે. અમેરિકી કોંગ્રેસ નાણાંકીય પોષણનો સમયગાળો નહીં વધારે તો 17 નવેમ્બરની સમય મર્યાદા પછી બીજી વાર સરકારનું કામકાજ ઠપ્પ થવાની આશંકા છે. રિપબ્લિકન સાંસદ આગામી સપ્તાહે નવા અધ્યક્ષની પસંદગી કરશે.
