ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન
Live TV
-
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને ઈરાનના વિદેશમંત્રી અબ્દુલ્લાહિયનનું થયું નિધન
ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થતા રાષ્ટ્રપતિનું નિધન થયું છે. હેલિકોપ્ટરમાં સવાર વિદેશમંત્રી અમીર અબ્દુલ્લાહયાન અને અન્ય લોકોનું પણ નિધન થયું છે. સમાચાર એજન્સી રોયટર્સે આ અહેવાલ આપ્યા હતા. નોંધનીય છે કે, ગત સાંજે આ દુર્ઘટના થઈ હતી. ઈરાની રાષ્ટ્રપતિ અઝરબૈજાન પ્રાંતની મુલાકાત લઇને પરત ફરી રહ્યા હતા. ત્યારે ખરાબ વાતાવરણને પગલે હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. એવા અહેવાલ છે કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદ પર સ્થિત જુલ્ફા શહેર નજીક ક્રેશ થયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વિટ કરી કહ્યું, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઇબ્રાહિમ રઇસીના દુ:ખદ અવસાનથી આઘાત લાગણી અનુભવું છું, ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુ:ખની ઘડીમાં ભારત ઈરાનની સાથે છે.
