એશિયા વિકાસ બેંક બાંગ્લાદેશને 102 કિલોમીટર લંબા રેલવે નિર્માણ માટે 40 કરોડ અમેરિકી ડોલરનું ધિરાણ આપશે
Live TV
-
એશિયા વિકાસ બેંક ચટ્ટોગ્રામ અને કોક્સ બજાર વચ્ચે 102 કિલોમીટર લંબાઇવાળા રેલ્વેમાર્ગના નિર્માણ માટે 40 કરોડ અમેરિકી ડોલરનું ધિરાણ બાંગ્લાદેશને આપશે. આ ધિરાણ માટેના સમજૂતી કરાર પર રવિવારે ઢાકામાં હસ્તાક્ષર કરાયા છે. આ રેલ્વેમાર્ગ આગામી 2024 સુધીમાં શરૂ થવાની સંભાવના છે. ચટ્ટોગ્રામ-કોક્સ બજાર રેલ્વેમાર્ગ સંયુક્ત રાષ્ટ્ર સંઘની આગેવાની હેઠળના ટ્રાન્સ-એશિયા રેલવે નેટવર્કનો એક ભાગ છે, જેનો હેતુ એશિયા અને યુરોપના લોકો અને બજારોને જોડવાનો છે. રાષ્ટ્રસંઘનું સૂચિત રેલ્વે નેટવર્ક 1 લાખ 28 હજાર કિલોમીટર લાંબુ હશે અને તે 28 દેશોમાંથી પસાર થશે.
