Skip to main content
Settings Settings for Dark

ગ્રીસની રૂઢિચુસ્ત ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં જીત મેળવી

Live TV

X
  • ગ્રીસના કેન્દ્ર-જમણેરી નેતા કિરિયાકોસ મિત્સોટાકિસ આજે બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. 99.67 ટકા મતોની ગણતરી સાથે, મિત્સોટાકિસની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ 40.55 ટકા મતો સાથે સંસદીય ચૂંટણી જીતી છે, જે મુખ્ય વિરોધ પક્ષ સિરિઝાના 17.84 ટકા કરતાં બમણા છે. ગઈકાલની ચૂંટણીમાં, ન્યૂ ડેમોક્રેસીએ 300 સભ્યોની સંસદમાં 158 બેઠકોની સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે વિપક્ષી પાર્ટી સિરિઝાએ 48 બેઠકો જીતી હતી.

    ગ્રીસની રૂઢિચુસ્ત ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં જીત મેળવી હતી. આ જીત સાથે મતદારોએ સુધારાવાદી ક્યારીકોસ મિત્સોટાકિસને વડાપ્રધાન તરીકે બીજી ટર્મ માટે તક આપી. આંતરિક મંત્રાલયના ડેટા અનુસાર, મોટાભાગના મતોની ગણતરી કરવામાં આવ્યા બાદ, કેન્દ્ર-જમણેરી ન્યૂ ડેમોક્રેસી પાર્ટી 40.5 ટકા વોટ અને 300 બેઠકોની સંસદમાં 158 બેઠકો સાથે આગળ છે. સિરિઝા, કટ્ટરપંથી ડાબેરી પક્ષ કે જેણે 2015 માં ગંભીર દેવાની કટોકટી દરમિયાન ચૂંટણી જીતી હતી, 2019ની ચૂંટણીમાં ન્યૂ ડેમોક્રેસી પાર્ટી દ્વારા પરાજય થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply