ઓઆરએફના સિનિયર ફેલોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમરિકાના પ્રવાસ પર લખ્યો વિશેષ લેખ
Live TV
-
ભારત 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં ઝીરોનો લક્ષ્ય હાંસલ કરશે.
ઓઆરએફના સિનિયર ફેલોએ અનિર્બાન શર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર એક લેખ લખ્યો છે. જેમાં તેમણે પ્રધાનમંત્રીની આ યાત્રાની અનેક બાબતોને ઉજાગર કરી છે. મેન ઓન મિશન ટેકિંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ શીર્ષક હેઠળ લખાયેલા આ લેખમાં ભારત-અમેરિકાના સંબધો સાથે પ્રધાનમંત્રી મોદી દ્વારા ભારતની વૈશ્વિક છબીને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ ગણાવાયો છે. તેમણે કહ્યું છે કે, ભારત 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં ઝીરોનો લક્ષ્ય હાંસલ કરશે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, પ્રધાનમંત્રીએ અનેક મોટા લક્ષ્યને હાંસલ કર્યા છે. તેમણે ભારતના 99 ટકા લોકો પાસે આધાર કાર્ડ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમણે ગ્લોબલ સાઉથના સૌથી નેતા ગણાવ્યા હતા. એક સૂર્ય, એક વિશ્વ એક ગ્રીડના મોદીના વિચારને વિશ્વે આવકાર્યો હોવાનું પણ તેમણે નોંધ્યું છે.
