Skip to main content
Settings Settings for Dark

ઓકલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય માઓરી પરંપરાથી સ્વાગત

Live TV

X
  • ઓકલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય માઓરી પરંપરાથી સ્વાગત: ગાર્ડ ઓફ ઓનર અને 21 તોપની સલામી અપાઈ, ભારતીય સમુદાયને કરશે સંબોધિત

    ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઓકલેન્ડ સ્થિત ગર્વમેન્ટ હાઉસ ખાતે અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 40 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ ઐતિહાસિક મુલાકાત છે, જેને યાદગાર બનાવવા માટે ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

    પરંપરાગત 'માઓરી' સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર

    ગર્વમેન્ટ હાઉસ આગમન પર પીએમ મોદીને ન્યૂઝીલેન્ડની મૂળ આદિવાસી સંસ્કૃતિ મુજબ પરંપરાગત 'માઓરી પોવહિરી'  વિધિથી આવકારવામાં આવ્યા હતા. આ સાંસ્કૃતિક સ્વાગત બાદ વડાપ્રધાનને લશ્કરી સન્માન સાથે 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને સન્માનપૂર્વક 21તોપોની સલામી પણ આપવામાં આવી હતી, જે બંને દેશો વચ્ચેના ગાઢ અને મજબૂત રાજદ્વારી સંબંધો દર્શાવે છે.

    પ્રવાસી ભારતીયો અને ખેલ-ઉદ્યોગ જગતની હસ્તીઓ સાથે મુલાકાત

    પોતાના વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી આજે ઓકલેન્ડમાં વસતા વિશાળ ભારતીય સમુદાય સાથે ખાસ મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ એક ભવ્ય સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધન પણ કરવાના છે, જેને લઈને સ્થાનિક ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    આ ઉપરાંત, પીએમ મોદી ન્યૂઝીલેન્ડના ઉદ્યોગ જગતની અગ્રણી હસ્તીઓ  જેમની સાથે વેપાર અને રોકાણ વધારવા ચર્ચા થશે. રમતગમત ક્ષેત્રે પરસ્પર સહયોગ મજબૂત કરવા માટે મુલાકાત કરશે.

    ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથેની સફળ દ્વિપક્ષીય વાટાઘાટો અને મહત્વના MOU સાઇન કર્યા બાદ, પીએમ મોદીની આ સામુદાયિક અને વ્યાપારી મુલાકાતો ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધોમાં 'પીપલ-ટુ-પીપલ કનેક્ટ' વધારવામાં માઈલસ્ટોન સાબિત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply