Skip to main content
Settings Settings for Dark

'ઓપરેશન કાવેરી' અંતર્ગત સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોને લઈ INS સુમેધા ભારત આવવા રવાના

Live TV

X
  • સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોની પ્રથમ બેચ INS સુમેધા દ્વારા ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દાહ રવાના થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મામલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ઓપરેશન કાવેરી હેઠળ બચાવવામાં આવેલા આ લોકોની તસવીર અને વીડિયો પણ ટ્વિટ કરીને શેર કર્યા હતા. સુદાનમાં ફસાયેલા ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. ભારતીયોની પ્રથમ બેચ સુદાનથી રવાના થઈ છે. ભારતીય યુદ્ધ જહાજ INS સુમેધા 278 લોકો સાથે જિદ્દાહ   માટે રવાના થયું હતું. ભારત સરકારે પોતાના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. આ વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે અમારી પ્રાથમિકતા અમારા લોકોને સુરક્ષિત લાવવાની છે અને તેનું અભિયાન શરૂ થઈ ગયું છે. સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે ત્રણ દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.

    ભારતે સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા અને દેશમાં પાછા લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કરાયુ. આફ્રિકન દેશ સુદાન હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા છે. ભારત સહિત ઘણા દેશોના નાગરિકો ત્યાં ફસાયેલા છે. દરમિયાન, ભારતે સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા અને દેશમાં પાછા લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટર પર આ માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply