Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયામાં ઘટ્યા કોરોનાના કેસઃ લૉકડાઉનના નિયમોમાં મળી શકે છે છુટછાટ

Live TV

X
  • 70% થી 80% ટકાએ વેક્સિનેશન પહોંચ્યા બાદ નિયમો વધુ હળવા કરાશે

    ઓસ્ટ્રેલિયામાં થોડા સમય પહેલા કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાથી કડક નિયમો લાગુ કરાયા હતા. જોકે, હવે ધીમે ધીમે કેસ ઘટ્યા હોવાથી લોકોને કેટલીક છુટછાટ મળી શકે છે. આ માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બેઠક બોલાવી છે. તાજા આંકડા પર નજર કરીએ તો ગઇકાલે ઓસ્ટ્રેલિયામાં જ્યાં 1029 કેસ નોંધાયા હતા તેની સરખામણીએ આજે 882 નવા કેસ  નોંધાયા જ્યારે 2  લોકોના મૃત્યુ નિપજ્યા છે.

    સિડનીમાં બે મહિનાથી લૉકડાઉન

    ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં બે મહિનાથી લોકડાઉન લાગુ છે..જોકે, સિડની સહિત કેટલાક રાજ્યોમાં  છુટછાટ આપવા અને નિયમો હળવા  કરવા નેશનલ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે.

    શાળા ખોલવા અંગે ઓક્ટોબરમાં નિર્ણય

    આ પહેલા ઓસ્ટ્રેલિયા સરકાર તરફથી કહેવાયું હતું  કે, જ્યાં સુધી વેક્સિનેશનની ટકાવારી 70  ટકા નહીં થાય ત્યાં સુધી સંપૂર્ણ છુટ નહીં અપાય.જોકે, શાળા ખોલવા અંગે ઓક્ટોબરમાં નિર્ણય લેવાઇ શકે છે..એવી આશા છે કે, ઓક્ટોબર સુધી રસીકરણ અભિયાન 70 ટકાએ પહોંચી શકે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply