Skip to main content
Settings Settings for Dark

હુમલાખોરોએ ચુકવવી પડશે કિંમત,કાબુલ બ્લાસ્ટ અંગે અમેરિકી રાષ્ટ્રપતિનું નિવેદન

Live TV

X
  • કાબુલમાં અમારુ ઓપરેશન ચાલુ રહેશે, જરૂર પડી તો વધુ સૈનિકો મોકલાશેઃ બાઇડન

    કાબુલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે સતત બે વિસ્ફોટ થયા છે, જેમા અમેરિકાના ચાર મરીન કમાન્ડો સહિત 13 સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે. આ દરમિયાન મોડી રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મીડિયા જોગ સંબોધન કર્યું અને  હુમલાખોરોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, તેમને હુમલાની કિંમત ચુકવવી પડશે.

    પોતાના સંબોધનમાં જો બાઇડને કહ્યું, કાબુલમાં અમારુ મિશન ચાલુ રહેશે. જો જરૂર પડી તો વધુ અમેરિકી સૈનિકોને અફઘાનિસ્તાનમાં મોકલીશું. બાઇડને એમ પણ કહ્યું, અમે  ISISના એ નેતાઓને પણ જાણીએ છીએ જેઓ હુમલામાં સામેલ છે, અમે તેમને  શોધીને જ રહીશું. તેમણે એવી જાહેરાત પણ કરી કે,. મહિનાના અંત સુધી અમેરિકા પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી લેશે.અમે આતંકીઓથી ડરવાના નથી.

    મહત્વનું છે કે, આ અગાઉ અહેવાલો મુજબ બીજો વિસ્ફોટ US આર્મીના સૈનિકોને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડન ચેતવણી આપી છે કે જો અમેરિકાના નાગરિકો પર હુમલો થાય છે, તો તેઓ કડક કાર્યવાહી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply