Skip to main content
Settings Settings for Dark

ભારત દ્વારા 40 એમ્બ્યુલન્સનો બીજો જથ્થો બાંગ્લાદેશ પહોંચ્યો

Live TV

X
  • ભારત દ્વારા ભેટમાં આપવામાં આવેલી 40 એમ્બ્યુલન્સનો બીજો જથ્થો આજે બેનાપોલ બંદર મારફતે બાંગ્લાદેશ પહોંચ્યો છે. આ સાથે, બાંગ્લાદેશને અત્યાર સુધીમાં કુલ 71 એમ્બ્યુલન્સ મળી છે. આ જીવન સહાયક એમ્બ્યુલન્સ આ વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન જાહેર કરાયેલી 109 એમ્બ્યુલન્સની ભેટના ભાગરૂપે છે.

    ભારતીય હાઇ કમિશને માહિતી આપી હતી કે એમ્બ્યુલન્સની ભેટ આરોગ્ય સંભાળમાં વધુ વધારો કરશે, ખાસ કરીને બાંગ્લાદેશમાં કોવિડ રોગચાળાને સમાવવાના સહિયારા પ્રયાસોમાં મદદરૂપ બનશે. આ મહિનાની 17 મી તારીખે 31 એમ્બ્યુલન્સનો પ્રથમ જથ્થો બાંગ્લાદેશને મોકલવામાં આવ્યો હતો.
    બાકીની 38 એમ્બ્યુલન્સ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ઢાકા પહોંચવાની ધારણા છે. કોવિડ રોગચાળા સામે લડવા માટે બાંગ્લાદેશ સરકારના વ્યાપક પ્રયત્નોને ટેકો આપવા માટે ભારતે સહયોગ જાહેર કર્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply