ઓસ્ટ્રેલિયામાં ભારે કરાવૃષ્ટિથી લોકોને હાલાકી
Live TV
-
ઓસ્ટ્રેલિયામાં ધૂળના ભારે વાવાઝોડાના 24 કલાક પછી જ હવામાનનું એક વધુ ભયાનક સ્વરૂપ જોવા મળ્યું... દક્ષિણપૂર્વના વિસ્તારોમાં ગોલ્ફના દડા જેટલા મોટા કરા પડ્યા...હવામાન વિભાગે સિડની, વોલોંગોંગ અને ન્યૂકાસલમાં ભારે પવન અને વરસાદ તથા કરા ની આગાહી કરી છે..
ઓસ્ટ્રેલિયામાં એક પછી એક પ્રાકૃતિક આપત્તિઓ લોકો પર કહેર વરસાવી રહી છે...પહેલા જંગલોમાં આગ, પછી પૂર અને હવે જોરદાર વરસાદ અને ભારે કરાએ લોકોની હાલાકી વધારી દીધી છે...ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વી ભાગમાં સોમવારે ગોલ્ફના બોલ આકારના કરા પડ્યા...ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરામાં જબરદસ્ત કરાવૃષ્ટિ થઈ, જેના કારણે સમગ્ર વિસ્તાર કરાના સફેદ બોલ અને તેના કારણે તૂટેલા પાંદડાઓથી ભરાઈ ગયા...મહત્વનું છે કે હવામાન વિભાગે હવે પૂર્વી તટીય શહેરો સિડની, ન્યૂકાસલમાં વિનાશકારી વાવાઝોડું, કરાવૃષ્ટિ અને ભારે વરસાદની ચેતાવણી આપી છે...
