ઢાકા : 2001 ના સીપીબી રેલી હુમલો કેસમાં હુજીના દસ આતંકવાદીઓને ફાંસીની સજા
Live TV
-
ઢાકા ની એક અદાલતે આજે 2001 માં બાંગ્લાદેશની કમ્યુનિસ્ટ પાર્ટીની રેલી પરના હુમલાને લગતા કેસમાં પ્રતિબંધિત આતંકી જૂથ હરકત-ઉલ-જેહાદ અલ-ઇસ્લામી (હુજી) ના દસ સભ્યોને મૃત્યુદંડની સજા સંભળાવી છે.
2001 ના સીપીબી રેલી હુમલો કેસમાં હુજીના દસ આતંકવાદીઓને ઢાકા ની એક અદાલતે ફાંસીની સજા ફટકારી છે. દોષિત ઠેરવવામાં આવેલા ચાર લોકો હાલમાં જેલમાં બંધ છે જ્યારે બાકીના છ ફરાર છે. ફરિયાદી કેસમાં સંડોવણી સાબિત ન કરી શકતાં બે આરોપીઓને નિર્દોષ છોડી મુકાયા હતા.
આ કેસમાં અગાઉ અન્ય એક આરોપી, હુજઆઇ ચીફ મુફ્તિ હન્નાનને વર્ષ 2004 માં સિલેહતમાં બાંગ્લાદેશમાં બ્રિટીશ હાઈ કમિશનર અનવર ચૌધરી પર ગ્રેનેડ હુમલો કરવા બદલ 2017 માં ફાંસી આપવામાં આવી હતી. આ હુમલામા પાંચ લોકોના મોત નીપજ્યાં હતાં. આ કેસ ડિસેમ્બર 2003 માં બંધ કરાયો હતો કારણ કે પોલીસ આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા એકત્રિત કરી શકી નથી. જો કે, આ કેસ 2005 માં ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ પોલીસે 2013 માં દાખલ કરી હતી.
