કવાડ નેતાઓએ તમામ સ્વરૂપોમાં સરહદ પારના આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી
Live TV
-
ક્વાડ નેતાઓએ સરહદ પારના આતંકવાદ સહિત તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી હતી. આજે એક સંયુક્ત નિવેદનમાં મુંબઈ અને પઠાણકોટમાં 26/11ના હુમલા સહિત આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના નેતાઓએ કહ્યું કે આ યુદ્ધનો યુગ ન હોવો જોઈએ. તેઓએ સંવાદ અને મુત્સદ્દીગીરી પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ક્વાડ નેતાઓએ એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ની કેન્દ્રિયતા, એકતા અને પ્રાદેશિક નેતૃત્વની ભૂમિકા માટે તેમનો ટેકો વ્યક્ત કર્યો હતો. ક્વાડનો સકારાત્મક, વ્યવહારિક એજન્ડા આબોહવા કટોકટીને સંબોધિત કરવા, ટકાઉ વપરાશ અને ઉત્પાદન હાંસલ કરવા, સ્વચ્છ ઉર્જા માટે મજબૂત સહકાર અને આરોગ્ય સુરક્ષાને ટેકો આપવા સહિતના મુદ્દાઓની શ્રેણીને આવરી લે છે. નેતાઓએ ક્વાડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેલોશિપ પ્રોગ્રામ, કેબલ કનેક્ટિવિટી અને ક્વાડ પાર્ટનરશિપ અને ક્વાડ હેલ્થ પ્રોટેક્શન એગ્રીમેન્ટની જાહેરાત કરી હતી.
