ગયાનામાં ગર્લ્સ હોસ્ટેલમાં લાગેલી આગમાં 20 વિદ્યાર્થીઓના મૃત્યુ, અનેક ઘાયલ
Live TV
-
દક્ષિણ અમેરિકાના દેશ ગયાનામાં એક સ્કૂલ હોસ્ટેલમાં સોમવારે સવારે આગ લાગી હતી. આગને કારણે 20 લોકોના મોત થયા છે. ડઝનેક લોકો ઘાયલ થયા થે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. ઘાયલ થયેલા લોકોની ચોક્સ સંખ્યા હજુ સુધી જાણી શકાઇ નથી. વહેલી સવારે જ્યારે હોસ્ટેલમાં આગ લાગી ત્યારે હોસ્ટેલમાં હાજર તમામ બાળકો પોતાના રુમમાં સુતા હતા, જેના કારણે મૃત્યુ અને ઘાયલોના આંકડામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર જે સ્કૂક હોસ્ટેલમાં આગ લાગી તે મધ્ય ગયાનાના માહદિયા શહેરમાં આવેલી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં 20 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામનાર તમામ બાળકો હોવાનુ જાણવામળી રહ્યું છે. હોસ્ટેલમાં અચાનક આગ ફાટી નીકળવાને કારણે હોસ્ટેલમાં રહેનાર બાળકો હોસ્ટેલમાં ફસાઇ ગયા હતા. હાલ આગ પર કાહુ મેળવી લેવામાં આવ્યો છે અને બાળકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
