કાઠમંડુમાં આયોજીત બિમસ્ટેક સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો ભાગ
Live TV
-
સંમેલનમાં પ્રધાનમંત્રીએ બિમસ્ટેકના ઉદ્દેશના લક્ષોમાં સામેલ સંપર્ક માધ્યમોને વધારવા પરસ્પર સહયોગ દ્વારા આર્થિક સમજૂતી ઉપર વિશેષ ભાર મુક્યો
બંગાળની ખાડી બહુક્ષેત્રીય ટેકનીક અને આર્થિક સહયોગ એટલે બિમસ્ટેકના બે દિવસીય સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લઇ રહ્યા છે. કાઠમંડુમાં આયોજીત આ સંમેલનમાં પ્રધાનમંત્રીએ બિમસ્ટેકના ઉદ્દેશના લક્ષોમાં સામેલ સંપર્ક માધ્યમોને વધારવા પરસ્પર સહયોગ દ્વારા આર્થિક સમજૂતી ઉપર વિશેષ ભાર મુક્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. તેમણે બિમસ્ટેક નેતાઓને ઉપહાર પણ ભેટ કર્યા હતા. શિખર સંમેલન દરમિયાન તમામ રાષ્ટ્ર અધ્યક્ષોએ એક સૂરમાં આતંકવાદની ટીકા કરી હતી.
