Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી મોદી કરશે નેપાળ-ભારત મૈત્રી ધર્મશાળાનું સંયુક્ત રીતે ઉદ્દઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્માઓલી સાથે પશુપતીનાથ મંદિર પરિસરમાં નેપાળ-ભારત મૈત્રી ધર્મશાળાનું સંયુક્ત રીતે ઉદ્દઘાટન કરશે જેનું નિર્માણ ભારતની મદદથી કરાયું છે.

    કાઠમંડુમાં બિમસ્ટેક સંમેલનમાં બીજા દિવસે આજે ઘોષણાપત્ર જાહેર થશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે. પ્રધાનમંત્રી મોદી નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્માઓલી સાથે પશુપતીનાથ મંદિર પરિસરમાં નેપાળ-ભારત મૈત્રી ધર્મશાળાનું સંયુક્ત રીતે ઉદ્દઘાટન કરશે.તેનું નિર્માણ ભારતની મદદથી કરાયું છે. આ ધર્મશાળાને લઇને ભારત અને નેપાળના લોકોમાં ભારે ઉત્સાહ છે. પ્રધાનમંત્રી શિખર સંમેલન દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ભગવાન શિવનું પશુપતિ સ્વરૂપ સમર્પિત નેપાળમાં આવેલ પશુપતિનાથ મંદિરે દર વર્ષે દર્શન માટે હજારો શ્રધ્ધાળુઓ આવે છે. જેમાં સૌથી વધુ ભારતીય શ્રધ્ધાળુઓ હોય છે. યુનેસ્કો વિશ્વ સાસ્કૃતિક વિરાસત સ્થળની યાદીમાં સમાવિષ્ટ આ મંદિરને સૌથી પવિત્ર મંદિર માનવામાં આવે છે. અહીં તૈયાર કરવામાં આવેલી ધર્મશાળાનું પ્રધાનમંત્રી મોદી આજે ઉદ્દઘાટન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply