કેનેડાની સરહદ પર આકાશમાં ફરતો રહસ્યમય પદાર્થ, અમેરિકન ફાઇટર જેટ દ્વારા તોડી પડાયો
Live TV
-
અમેરિકાના આકાશમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક શંકાસ્પદ વસ્તુઓ જોવા મળી રહી છે. અમેરિકા સિવાય આ પદાર્થ હવે કેનેડા અને કેલિફોર્નિયા સુધી જોવા મળ્યો છે. કેનેડા બોર્ડર પાસે મિશિગનના હુરોન લેક પર વધુ એક રહસ્યમય વસ્તુ ઉડતી જોવા મળી છે.
આ રહસ્યમય વસ્તુને અમેરિકાના ફાઈટર જેટ દ્વારા 12 ફેબ્રુઆરીએ તોડી પાડવામાં આવી હતી. અમેરિકન હવાઈ ક્ષેત્રમાં આવી રહસ્યમય વસ્તુ જોવાની આ ચોથી ઘટના છે.
યુએસ એરફોર્સના જનરલ ગ્લેન વાનહર્ક, જેમને યુએસ એરસ્પેસનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે સૈન્ય આ રહસ્યમય વસ્તુઓ શું છે, તેઓ કેવી રીતે ઊંચાઈ પર રહે છે અને તેઓ ક્યાંથી આવે છે તે ઓળખવામાં સક્ષમ નથી. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) અને નોર્ધન કમાન્ડના વડા વાનહર્કે જણાવ્યું હતું કે, "અમે હાલમાં તેમને પદાર્થ કહીએ છીએ, ફુગ્ગા નહીં."
