દુઃખ અને પીડાની ગર્તામાં ડૂબેલું તુર્કી, મૃત્યુઆંક 34 હજારને પાર
Live TV
-
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 34 હજારથી વધુ થઈ ગયો છે. યુનાઈટેડ નેશન્સે રવિવારે ભૂકંપગ્રસ્ત સીરિયાને ખૂબ જ જરૂરી સહાય પહોંચાડવામાં નિષ્ફળતાની નિંદા કરી હતી અને ચેતવણી આપી હતી કે મૃત્યુઆંક 34,800 થી વધી શકે છે. ભૂકંપે તુર્કીમાં સંપૂર્ણ તબાહી મચાવી દીધી હતી અને આંચકા આજે પણ અનુભવાય છે.
ભૂકંપના આટલા કલાકો બાદ પણ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. તે જ સમયે, મૃતકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે કારણ કે કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવાનું કામ સતત ચાલુ છે.રવિવારે હજારો ઇમારતો ધરાશાયી થયાના છ દિવસ બાદ બચાવકર્મીઓએ એક સગર્ભા મહિલા અને બે નાના બાળકો સહિત અનેક લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.
