કેનેડામાં આજથી પ્રધાનમંત્રી પદ માટેની ચૂંટણી યોજાશે
Live TV
-
કેનેડામાં આજથી પ્રધાનમંત્રી પદ માટેની ચૂંટણી યોજાશે. આજ કેનેડાની ચૂંટણીમાં 338 બેઠકો માટે મતદાન થશે. પીએમ ટ્રુડોની સ્પર્ધા આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓટૂલે સાથે છે. કેનેડા સરકારના ડેટા અનુસાર દેશમાં 27 મિલિયન લોકો આ વખતે મતદાન કરશે. અગાઉથી મતદાન માટે લગભગ 5.78 મિલિયન મતપત્રોનો ઉપયોગ થઈ ચૂક્યો છે. ચૂંટણી પૂર્વેના મતદાનમાં લિબરલ્સ કે કન્ઝર્વેટિવ્સને બહુમતી માટે જાહેર સમર્થન નથી.
સરકાર બનાવવા માટે 38 ટકા મત જરૂરી છે. બહુમતી માટે સંસદમાં બહુમતી સાબિત કરવા માટે 38 ટકા જાહેર મતોની જરૂર પડે છે. ટ્રુડો સમયમર્યાદાના બે વર્ષ પહેલા જ ચૂંટણી યોજી ચૂક્યા છે. ટ્રુડોએ 2019 ની ચૂંટણીમાં બહુમતી ગુમાવી હતી. આ ચૂંટણીઓમાં સંસદના નીચલા ગૃહ અને હાઉસ ઓફ કોમન્સનું ભવિષ્ય નક્કી થશે. પાર્ટીને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 170 બેઠકોની જરૂર છે. કેનેડામાં જુદા જુદા ટાઇમ ઝોન મુજબ મતદાનનો સમય પણ અલગ રાખવામાં આવ્યો છે. છેલ્લો મત કેનેડિયન વેસ્ટ કોસ્ટ ટાઇમ પર સાંજે 7 વાગ્યે નાંખવામાં આવશે.
રવિવારે પ્રચાર કાર્ય દરમિયાન પ્રધાનમંત્રી જસ્ટ્રીન ટ્રુડોએ જણાવ્યું હતું કે, તેઓ ફરી એક વખત સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરશે. મતદાન પહેલાનાં તમામ ઓપિનિયન પોલમાં જસ્ટીન ટ્રુડોને બહુમતિ મળી રહી છે. પૂર્ણ બહુમતિ માટે ટ્રુડોને 38 ટકા મતની જરૂર રહેશે.
