Skip to main content
Settings Settings for Dark

કેનેડામાં આજે 48મો ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સ્ક્રિનિંગ માટે છ ભારતીય ફિલ્મોની પસંદગી

Live TV

X
  • 48મો ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આજથી શરૂ થઈ રહ્યો છે અને 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ વિભાગના સંયુક્ત સચિવ પ્રિતુલ કુમાર કરશે.

    ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની સત્તાવાર પસંદગીમાં છ ભારતીય ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મોમાં તરસેમ સિંહ ધંધવાર દ્વારા ડિયર જસ્સી, નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત કિલ અને કરણ બુલાની દ્વારા થેન્ક યુ ફોર કમિંગનો સમાવેશ થાય છે.

    ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતની સહભાગિતા વ્યાપક હશે અને ધ્યાન પ્રતિભા, સામગ્રી અને મનોરંજનના કેન્દ્ર તરીકે પ્રદર્શિત કરવા પર રહેશે. ભારત દેશની રચનાત્મક તેમજ ટેકનિકલ શક્તિઓનું પ્રદર્શન કરવા માટે અનેક સત્રોનું આયોજન કરશે અને આંતરરાષ્ટ્રીય હિતધારકોને ભારત સાથે સહ-નિર્માણ કરવા અને ભારતમાં ફિલ્મો બનાવવા માટે આમંત્રિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply