Skip to main content
Settings Settings for Dark

જકાર્તા કન્વેન્શન સેન્ટર ખાતે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ઈન્ડિયા સમિટને સંબોધિત કરી

Live TV

X
  •  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચી ગયા છે.  જ્યાં જકાર્તા કન્વેન્શન સેન્ટર ખાતે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ઈન્ડિયા સમિટને સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી મહત્વપૂર્ણ છે. ભારત અને આસિયાન વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, એક ધરતી, એક પરિવાર આપણો મંત્ર છે.

    આપણે દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂર છે. તો આ પહેલાં, જકાર્તા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.. ઈન્ડોનેશિયાના મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા મંત્રી Gusti Ayu Bintang Darmawati એ તેમનું સ્વાગત કર્યું. તો, એરપોર્ટ પર ઈન્ડોનેશિયન સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયું.. જ્યાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને મળ્યા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. 

    ગયા વર્ષે ભારતે ASEAN સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કર્યા પછી આ પ્રથમ આસિયાન-ભારત સમિટ છ. પૂર્વ એશિયા સમિટ ભારત સહિત આસિયાન દેશોના નેતાઓ અને તેના આઠ સંવાદ ભાગીદારોને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply