Skip to main content
Settings Settings for Dark

કેનેડામાં ભયાનક માર્ગ અકસ્માત, 15 લોકોના મોત,10લોકો ઘાયલ

Live TV

X
  • કેનેડાના મેનિટોબા પ્રાંતમાં ગુરુવારે એક સેમી-ટ્રેલર ટ્રકે મિનિબસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. બસમાં મોટાભાગના વૃદ્ધો સવાર હતા. સ્થાનિક પોલીસે શુક્રવારે વહેલી સવારે આ માહિતી આપી હતી.

    આ અકસ્માત કેનેડાના તાજેતરના ઇતિહાસમાં સૌથી ભયંકર માર્ગ અકસ્માતોમાંનો એક છે. કેનેડાના શહેર વિનીપેગના એક અખબારે અહેવાલ આપ્યો છે કે પીડિત લોકો સ્થાનિક કેસિનોમાં જઈ રહ્યા હતા. આ અકસ્માત મેનિટોબામાં કાર્બેરી શહેર નજીક બે મુખ્ય રસ્તાઓના જંકશન પર થયો હતો. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના કમાન્ડર, સહાયક કમિશનર રોબ હિલે જણાવ્યું હતું કે અથડામણના પરિણામે ઓછામાં ઓછા 15 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply