Skip to main content
Settings Settings for Dark

કોઈ પણ સંજોગોમાં અમે આત્મસમર્પણ નહીં કરીએ: યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કી

Live TV

X
  • પૂર્વી યુક્રેનમાં રશિયન સૈનિકોનાં હુમલા વચ્ચે યુક્રેનનાં રાષ્ટ્રપતિ વલોદિમીર જેલેન્સ્કીએ કહ્યું છે કે, તેઓ આત્મસમર્પણ કોઈ પણ સ્થિતિમાં કરવા તૈયાર નથી ત્યારે યુક્રેની સેના પણ સિવેરોડોનેત્સ્કમાં રશિયન સૈનિકોની સામે ઉગ્ર પ્રતિરોધ કરી રહી છે. આ દરમિયાન લૂનાસકના ગવર્નર શેરી હેદાઇએ જણાવ્યું કે, રશિયન સૈનિકોએ સિવેરોડોનેત્સ્કનાં સીમાવર્તી ક્ષેત્રો પર કબજો કર્યો છે. જ્યારે યુક્રેનનાં બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં થયેલ ગોળીબાર બાદ આગ લાગવાથી બે ઘરો નાશ પામ્યા છે. યુક્રેનનાં કૃષિ નીતિ બાબતોના મંત્રીના જણાવ્યા અનુસાર, રશિયા બ્લેક સી પોર્ટ પરથી નાકાબંધી નહીં હટાવે તો એમનો દેશ દર મહિને ફક્ત 20 લાખ ટન અનાજનું નિર્યાત કરી શકશે. ઉપરાંત વિશ્વ બેંકનાં કાર્યકારી બોર્ડે યુક્રેન માટે 1 આરબ 49 કરોડ ડોલરનાં અતિરિક્ત ધિરાણને મંજૂરી આપી છે. યુક્રેનએ કહ્યું છે કે, સરકારને દર મહિને 5 મિલિયન ડોલરની આવશ્યકતા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply