વિશ્વમાં કોરોના કેસોની સંખ્યા વધીને 53.02 કરોડને પાર, 62.99 લાખથી વધુ દર્દીનાં થયા મૃત્યુ
Live TV
-
વિશ્વમાં કોરોના કેસોની સંખ્યા વધીને 53.02 કરોડને પાર થઇ ગઇ છે, જ્યારે 62.99 લાખથી વધુ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે અમેરિકામાં કોરોના સંક્રમણની સૌથી વધુ ગંભીર અસર દેખાઇ રહી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાનાં 8 કરોડ 38 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 10 લાખ 33 હજારથી વધુ દર્દીઓનાં મૃત્યુ થયા છે. જ્યારે ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 3 કરોડ 44 લાખથી વધુ કેસ નોંધાયા છે. અને યુકેમાં એક્ટિવ કેસોની સંખ્યા 3.08 કરોડને પાર થઈ છે, જ્યારે 41,284 લોકોનાં મૃત્યુ થયા છે. રશિયામાં અત્યાર સુધીમાં કોરોનાનાં 1 કરોડ 83 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3 લાખ 79 હજાર લોકોનાં મૃત્યુ થયા છે. સમગ્ર સ્થિતિને જોતાં લોકોમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે.
