રશિયા અને યુક્રેન વચ્ચે સો દિવસો પછી પણ યુદ્ધ યથાવત, જાણો હાલની સ્થિતિ
Live TV
-
રશિયા અને યુક્રેન વચ્ચે સો દિવસો પછી પણ યુદ્ધ યથાવત છે. રશિયન અને યુક્રેન સેના વચ્ચે સિવેરોડોનેત્સ્કમાં અથડામણ ચાલી રહી છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયાએ ડોનબાઝને કબ્જે કરવા માટે પૂર્વ યુક્રેનના ગામડાંઓ પર ગોળીબાર કર્યો હતો. સમગ્ર સ્થિતિને જોતાં યુક્રેનનાં સૈનિકો સિવેરોડોનેત્સ્કમાં તૈનાત છે. યુક્રેનની રાષ્ટ્રીય પોલીસનાં જણાવ્યા અનુસાર, અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે એક ઘાયલ થયો છે. અથડામણ દરમિયાન સ્થાનિકોના ઘરોને પણ નુકસાન થયું હતું તેમજ સ્થાનિકોને સ્થળાંતર પણ કરવું પડ્યું હતું.
