પ્રધાનમંત્રી અને ઇઝરાયેલના સંરક્ષણમંત્રી વચ્ચે થયેલી મુલાકાતમાં સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવાનો નિર્ણય લેવાયો
Live TV
-
ભારત અને ઇઝરાયેલે સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી બેન્જામીન ગેન્ટઝ વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતમાંસંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવાનો નિર્ણય લેવાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે સંયુકત સાહસ માટે ઉપલબ્ધ તકોની માહિતી આપીને આ ક્ષેત્રે સંયુકત સાહસો સ્થાપવા ઇઝરાયેલની કંપનીઓને ઇજન આપ્યું હતું.
અગાઉ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી બેન્જામીન ગેન્ટઝે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે પણ મંત્રણા કરી હતી.બેઠક બાદ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, બંને દેશોએ એક સંયુકત નિવેદન તૈયાર કર્યુ છે જે બંને દેશો માટે ભવિષ્યમાં સંરક્ષણ સહયોગનો માર્ગ મોકળો કરશે.
