કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી ભારતે કુલ 40 ચંદ્રકો મેળવ્યા
Live TV
-
ભારતીય કુસ્તીબાજો રવિકુમાર દાહિયા, વિનેશ ફોગટ અને નવીને સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. રવિ કુમારે પુરુષોની ફ્રી સ્ટાઈલ 57 કિલો વજન વર્ગમાં નાઈઝેરિયાના ખેલાડીને હરાવી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. મહિલાઓની 54 કિલો વજન વર્ગમાં વિનેશ ફોગટે તો પુરુષોના 74 કિલો વજનવર્ગમાં નવીને ફાઈનલ જીતી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે મહિલા સિંગલ્સમાં નાઈજીરિયાની ખેલાડીને હરાવી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જ્યારે સોનલબેન પટેલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
અગાઉ ભારતીય પુરુષ હોકી ટીમ દક્ષિણ આફ્રિકાને 3-2થી હરાવી ફાઈનલમાં પ્રવેશી છે. અવિનાશ સાબલેએ 300 મીટર સ્ટીપલચેઝમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે રજત ચંદ્રક મેળવ્યો છે. પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની10 હજાર મીટર રેસ વોકમાં રજતચંદ્રક જીત્યો છે.
ભારતીય પુરુષ ટીમે લોન બાઉલ્સ ઓફ ઈવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો છે. બોગક્સિંગમાં અમિત પંઘલ અને નીનુ ધંધાસ અને નીખનઝરીન ફાઈનલમાં પહોંચ્યા છે. આમ ભારતે અત્યાર સુધીમાં 13 સુવર્ણ, 11 રજત અને 16 કાંસ્ય સહિત કુલ 40 ચંદ્રકો જીત્યા છે.
