Skip to main content
Settings Settings for Dark

પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે રોકેટ અને હવાઈ હુમલાની પુન: શરુઆત

Live TV

X
  • ગઈકાલે પેલેસ્ટાઈનમાં ઈસ્લામિક જેહાદ આતંકવાદી જૂથ સામે ઈઝરાયેલની કાર્યવાહી બાદ ઈઝરાયેલના વિમાન ગાઝા પર ત્રાટક્યું હતું અને પેલેસ્ટાઈનીઓએ આજે ​​ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. સરહદ પર સાપેક્ષ શાંતિના એક વર્ષથી વધુ સમયનો અંત આવ્યો. ઇઝરાયેલે ગઈકાલે ગાઝા સિટીમાં એક બહુમાળી ઇમારત પર દિવસના ઓચિંતા હવાઈ હુમલામાં ઇસ્લામિક જેહાદ આતંકવાદી જૂથના એક વરિષ્ઠ કમાન્ડરને માર્યો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી યાયર લેપિડે જણાવ્યું હતું કે શુક્રવારના હુમલાઓએ ઇસ્લામિક જેહાદના તાત્કાલિક અને નક્કર હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. હુમલામાં ઓછામાં ઓછા ચાર વધુ આતંકવાદીઓ અને એક બાળક સહિત 12 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

    પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 84 લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ સરહદ પાર ઓછામાં ઓછા 160 રોકેટ છોડ્યા. જો કે, મોટાભાગની મિસાઇલોને અટકાવવામાં આવી હતી અને ઇઝરાયેલી એમ્બ્યુલન્સ સેવા અનુસાર ગંભીર જાનહાનિના કોઈ અહેવાલો નથી.

    ઈજિપ્તીયન, યુ.એન. અને કતારી દ્વારા લડાઈ સમાપ્ત કરવાના પ્રયાસો ચાલુ છે. યુએનના મધ્યપૂર્વના દૂત ટોર વેનેસલેન્ડે કહ્યું કે, તેઓ હિંસા અંગે ખૂબ જ ચિંતિત છે અને પશ્ચિમ સમર્થિત પેલેસ્ટિનિયન ઓથોરિટીએ ઈઝરાયેલના હુમલાની નિંદા કરી છે.

    ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈઝરાઈલે ગાઝાના વિવિધ વિસ્તારોમાં હવાઈ હુમલા કરી સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હવાઈ હુમલામાં 24 સ્થાનિક લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ ઈઝરાઈલના હવાઈ હુમલાનો જવાબ પેલેસ્ટાઈનના ફાઈટર પ્લેન આપી રહ્યા છે. જે મોડી રાતથી ઈઝરાઈલના રહેણાંક વિસ્તારમાં હવાઈ હુમલો કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply