Skip to main content
Settings Settings for Dark

કોરિયાના કૃત્રિમ સૂર્યએ 20 સેકન્ડ સુધી 100 મિલિયન ડિગ્રી તાપમાન જાળવી બનાવ્યો વિશ્વ રેકોર્ડ

Live TV

X
  • ધરતી પર ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યને ગણવામાં આવે છે. સાઉથ કોરિયાએ કૃત્રિમ સૂર્યનું કર્યું નિર્માણ  

    સાઉથ  કોરિયાના વૈજ્ઞાનિકોએ એક પોતાનો સૂર્ય બનાવી લીધો છે. સાઉથ કોરિયાના એક આર્ટિફિશિયલ સૂર્યને 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુનું તાપમાન 20 સેકેન્ડ સુધી જાળવી રાખવામાં સફળતા મળી છે અને તેની સાથે જ તેમણે એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી લીધો છે. જણાવી દઈએ કે આ કૃત્રિમ સૂર્યના કોન્દ્રનું તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ છે. 

    આર્ટિફિશિયલ સૂર્ય 

    એક રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ  KSTAR નામના સુપરકંડક્ટિંગ ફ્યુઝન ડિવાઈસનો ઉપયોગ આર્ટિફિશિયલ સૂર્ય માટે કર્યો છે. ફ્યુઝન માટે વૈજ્ઞાનિકોએ હાઈડ્રોઝનમાંથી પ્લાઝ્મા લીધો જે ગરમ એનિઓનમાંથી બનવ્યો હતો જેનું તાપમાન 100 મિલિયન ડિગ્રીથી વધુ હતું. એનિઓન માટે ઉચ્ચ તાપમાન જાળવવું ખૂબ જરૂરી છે.  

    10 કરોડ ડિગ્રી તાપમાન 

    કોરિયા સુપરકંડક્ટિંગ ટોકોમાક એડવાન્સ રિસર્ચ એક પ્રકારનું ન્યુક્લિયર ફ્યુઝન છે જેને કૃત્રિમ સૂર્ય પણ કહેવામાં આવે છે. તેને લેબોરેટ્રીમાં તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ સૂર્યએ 20 સેકેન્ડ સુધી 10 કરોડ ડિગ્રીના ઉચ્ચ તાપમાનના પ્લાઝ્માને કાયમ રાખવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ વૈજ્ઞાનિકોની ધરતી પર સૂર્યના જેવી ઉર્જા સ્ત્રોત સુધી પહોંચવા તરફ ખૂબ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે અત્યાર સુધી આ તાપમાનને 10 સેકેન્ડ સુધી પણ કાયમ નથી રાખી શકવામાં આવ્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply