કોરોનવાઇરસના ડરથી સાઉદી અરેબિયાએ ઇસ્લામના પવિત્ર સ્થળોએ મુસાફરી અટકાવી
Live TV
-
મધ્ય પૂર્વમાં આ વાઇરસના 220 થી વધુ કેસો પુષ્ટિ થયેલા હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.
સાઉદી અરેબિયાએ વાર્ષિક હજ યાત્રાના મહિનાઓ પહેલાં જ નવા વાયરલ રોગચાળાના ભયથી ઇસ્લામના પવિત્ર સ્થળોની યાત્રા અટકાવી દીધી હોવાનું સાઉદી વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. મધ્ય પૂર્વમાં આ વાઇરસના 220 થી વધુ કેસો પુષ્ટિ થયેલા હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.
સાઉદી અરેબિયાના અસાધારણ નિર્ણયથી વિદેશીઓ પવિત્ર શહેર મક્કા અને કાબા નહીં પહોચી શકે. નિવેદનમાં જણાવાયું છે કે મદીનામાં પ્રોફેટ મુહમ્મદની મસ્જિદની યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ નિર્ણય સાઉદી અરેબિયામાં સંભવિતપણે ફેલાતા વાઇરસને લઈને ચિંતા બતાવે છે. ઇસ્લામના પવિત્ર સ્થળોને સુરક્ષિત રાખવા એ સાઉદી રાજશાહીની જવાબદારી છે.
