ભારતે મ્યાનમારથી બાંગ્લાદેશ વિસ્થાપિત થયેલ વ્યક્તિઓ માટે માનવતાવાદી સહાય સોંપી
Live TV
-
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર રિવા ગાંગુલી દાસે ગુરુવારે કોક્સ બજારમાં બાંગ્લાદેશ રાજ્યના આપત્તિ પ્રબંધન પ્રધાન ઇનામુર રહેમાનને રાહત સામગ્રી સોંપી.
ભારતે આજે મ્યાનમારના રાખીન પ્રાંતથી બાંગ્લાદેશને વિસ્થાપિત લોકો માટે સીવીંગ મશીન, ઑફિસ ટેન્ટ્સ, રેસ્ક્યૂ કિટ્સ વગેરેનો સમાવેશ કરતી માનવતાવાદી સહાયની પાંચમી આવૃતિ સોંપી. બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર રિવા ગાંગુલી દાસે ગુરુવારે કોક્સ બજારમાં બાંગ્લાદેશ રાજ્યના આપત્તિ પ્રબંધન પ્રધાન ઇનામુર રહેમાનને રાહત સામગ્રી સોંપી. બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશને જારી કરેલા એક અખબારી અહેવાલમાં જણાવ્યા અનુસાર, રાખીનમાંથી વિસ્થાપિત લોકોમાં વિતરણ માટે બાંગ્લાદેશ સરકારને પેડલવાળી 1000 સીવવાની મશીન, 32 ઓફિસ ટેન્ટ્સ, 32 રેસ્ક્યૂ કીટ અને 99 ફેમિલી ટેન્ટ પૂરા પાડવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં આપવામાં આવી રહેલ રાહત સહાય ભારત દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.
અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે આ પુરવઠો કોંક્સ બજારમાં અસ્થાયી છાવણીઓમાં મ્યાનમારથી વિસ્થાપિત લોકોને આશ્રય આપવા માટેના બાંગ્લાદેશ સરકારના માનવતાવાદી પ્રયત્નોને સમર્થન આપવાનો છે. તે મ્યાનમારથી બળજબરીથી વિસ્થાપિત મહિલાઓના કૌશલ્ય વિકાસમાં અને અણધારી કુદરતી આફતો સામે પણ મદદ કરશે. 2017 ની શરૂઆતથી, ભારતે બાંગ્લાદેશમાં શરણાર્થી કેમ્પમાં રહેતા વિસ્થાપિત લોકોને માનવતાવાદી સહાયપૂરી પાડી છે.
