Skip to main content
Settings Settings for Dark

કોરોનાના દર્દીને રેમડેસિવિર દવા ન આપવા WHOની સલાહ

Live TV

X
  • વિશ્વ આરોગ્ય સંગઠને એન્ટિ વાયરલ ડ્રગ રેમડેસિવિરને મુદ્દે મોટી સ્પષ્ટતા કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને એન્ટિવાયરલ દવાને કોરોના સારવાર માટે ઉપયોગમાં લેવાઇ રહેલી દવાઓની યાદીમાંથી બહાર કરી દીધી છે.

    રેમડેસિવિર દવાનો ઉપયોગ બંધ થવો જોઇએ

    સંગઠને જણાવ્યું હતું કે વિશ્વના જે દેશોની હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર દવાનો ઉપયોગ થઇ રહ્યો છે તે બંધ થવો જોઇએ. આ દવા દર્દી બચવાની સંભાવના પર કોઇ ખાસ પ્રભાવ સર્જતી નથી.

    કોરોનાના ઉપચારમાં મદદરૂપ હોવાના કોઇ પુરાવા નથી

    આ દવા કોરોનાના ઉપચારમાં મદદરૂપ હોવાના કોઇ પુરાવા નથી. તે દરમિયાન અમેરિકી કંપની ફાઇઝરે જાહેરાત કરી છે કે તેણે પોતાની કોવિડ વેક્સિનનો તાકીદના સંજોગોમાં ઉપયોગ કરવા દેવા અમેરિકી સત્તાવાળા પાસે મંજૂરી માંગી છે. કંપની દાવો કરી રહી છે કે ફાઇઝર દ્વારા નિર્મીત વેક્સિન કોરોના માટે 85 ટકાથી વધુ પ્રભાવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply