Skip to main content
Settings Settings for Dark

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને કોવિડ મહામારીને એક નવા ચરણમાં પહોંચાડી છેઃWHO

Live TV

X
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં યુરોપની બાબતોના નિર્દેશક હૈંસ ક્લૂઝે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને કોવિડ મહામારીને એક નવા ચરણમાં પહોંચાડી દીધી છે. અને આ વર્ષના અંત સુધીમાં યુરોપમાં મહામારીનો અંતક થઈ શકે તેવા પણ સંકેત આપ્યા છે. સમાચાર એજન્સીઓ સાથેની વાતચીતમાં ક્લૂઝે કહ્યું હતું કે, માર્ચ સુધીમાં યુરોપમાં 60 ટટકા આબાદી ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે તેવી સંભાવનાઓ છે. 

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરોપમાં ઓમિક્રોન સંક્રમણ વધી રહ્યું છે પરંતુ, વૈશ્વિક સ્તરે બિમારીઓ સામે લડવા માટેની પ્રતિરોધક ક્ષમતા પણ મજબૂત થવાની આશા સેવાઈ રહી છે. અમુક સપ્તાહ અથવા મહિનાઓમાં સંક્રમણ ઘટી શકે છે. પરંતુ વર્ષના અંત સુધીમાં મહામારી પૂર્ણતાના આરે હશે તેવી પણ સંભાવના ક્લૂઝે વ્યક્ત કરી હતી. અમેરિકાના વરિષ્ઠ વૈજ્ઞાનિક એન્ટોની ફાઉચીનો પણ મત ક્લૂઝ જેવો જ છે. તેમણે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, તે સારી વાત છે કે, અમેરિકાના કેટલાક વિસ્તારોમાં કોવિડ સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, અમેરિકાના ઉત્તર-પૂર્વમાં કોવિડ સંક્રમણમાં ઘટાડો થયો છે  અને આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ સુધરશે. તેમણે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply