યુક્રેન અને રશિયાની સરહદ પર તણાવની વચ્ચે અમેરિકાએ યુક્રેનને સૈન્ય મદદ કરી
Live TV
-
યુક્રેનના મુદ્દા પર અમેરિકા અને રશિયા વચ્ચે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. યુક્રેન અને રશિયાની સરહદ પર તણાવની વચ્ચે અમેરિકાએ યુક્રેનને સૈન્ય મદદ કરી છે. રશિયા તરફથી સંભવિત હુમલાને જોતા યુક્રેનની રક્ષા માટે અમેરિકી સૈન્ય સહાયતા પહોંચવાની શરૂ થઈ છે. અમેરિકાએ યુક્રેનને ઘાતક હથિયારોનો પહેલો જથ્થો પહોંચાડ્યો છે.
અમેરિકી દુતાવાસ તરફથી કહેવાયું કે, યુક્રનેનાં ફ્રન્ટ લાઈન રક્ષકો માટે બોંબ સહિત લગભગ 2 લાખ પાઉન્ડનાં ઘાતક હથિયારોની સહાયતા કરાઈ છે. વધુમાં દુતાવાસે કહ્યું કે વર્ષ 2014 પછીથી 2.7 બિલિયન ડોલરની સહાયતા રશિયા આક્રમકતાનાં મુકાબલા માટે યુક્રેનને અપાઈ છે. જે પ્રદર્શિત કરે છે કે અમેરિકા યુક્રેનની રક્ષા માટે કટિબદ્ધ છે.
