Skip to main content
Settings Settings for Dark

વિશ્વ આર્થિક મંચની જાહેરાત 22 મેથી 26 મે સુધી સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે મળશે બેઠક

Live TV

X
  • વિશ્વ આર્થિક મંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેની વાર્ષિક બેઠક કોવિડ રોગચાળાના સમયમાં પ્રથમ વખત વ્યક્તિગત રૂપે  22 મેથી 26 મે સુધી સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે થશે. વિશ્વના રાજકીય નેતાઓ, તેમજ આર્થિક વેપારી અગ્રણીઓની વાર્ષિક બેઠક પરંપરાગત રીતે જાન્યુઆરીમાં દાવોસની સ્વિસ સ્‍કી રિસોર્ટમાં હતી. પરંતુ જાન્યુઆરી 2020 થી આ આયોજન નથી થયું અને બેઠક વારંવાર બંધ રાખવી પડી છે. સિંગાપુરમાં પણ આ બેઠકનું આયોજન કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

    વિશ્વ‍ આર્થિક મંચના સ્થાપક અને અધ્યક્ષ ક્લોસ સ્વાબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષોમાં થયેલી બધી વર્ચ‍યુલ બેઠકો બાદ રાજકીય નેતા, કાર્યકારી પ્રમુખ અને સમાજનો પ્રબુદ્ધ વર્ગ આ વર્ષે વ્યક્તિગત રીતે બેઠક કરશે. વિશ્વ‍ આર્થિક મંચે જણાવ્યું હતું કે વિશ્વાસનો માહોલ સર્જવાની જરૂરિયાત છે જેથી બધાના સહકારથી કાર્યવાહીમાં ઝડપ લાવી શકાય અને પડકારોનું સમાધાન થઇ શકે. આ વર્ષનો વિષય છે ' 

    જીનેવા સ્થિત સંગઠને કહ્યું કે તે કોવિડ -19 સ્થિતિ વિશે સ્વિત્ઝરલેન્ડની સરકાર સાથે સંપર્કમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply