Skip to main content
Settings Settings for Dark

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ

Live TV

X
  • કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાનો નવો વેરિએન્ટ મળ્યો છે. દેશના વાઈરોલોજિસ્ટ ટ્યૂલિયો ડી ઓલિવિરાએ ગુરુવારે મીડિયાને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટ સામે આવ્યો છે.વૈજ્ઞાનિકોએ તેનું નામ B.1.1.529 રાખ્યું છે અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. આ સાથે WHOની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી છે. ઓલિવેરાએ વધુમાં કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના દર્દીઓની સંખ્યા વધવા પાછળનું સૌથી મોટું કારણ બહુવિધ પરિવર્તન સાથેનું પ્રકાર છે. બોત્સવાના અને હોંગકોંગમાં દક્ષિણ આફ્રિકાના નાગરિકોમાં પણ સમાન સંક્રમણ જોવા મળ્યુ છે. ગયા વર્ષે કોરોનાનો બીટા વેરિયન્ટ પણ પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. બાદમાં તે આખી દુનિયામાં ફેલાઈ ગયો.

    દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે મલ્ટીપલ મ્યૂટેશનની સાથે નવા કોરોના વેરિએન્ટની ભાળ મળી છે. આ પહેલાં WHOની યુરોપ ઓફિસ દ્વારા કેટલાંક દિવસમાં કોવિડ-19થી મોતની સંખ્યા વધી શકે છે.  સાઉથ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝે કહ્યું કે અમારી પાસે હાલમાં મર્યાદિત ડેટા છે. અમારા વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટને સમજવા માટે સતત કામ કરી રહ્યા છે.

    નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિઝીઝ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વૈજ્ઞાનિકોએ આ નવા કોરોના વેરિએન્ટના સંભવિત પ્રભાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જીનોમિક સીક્વેન્સિંગ પછી જાણ થઈ છે કે વેરિએન્ટ B.1.1.529ના અત્યાર સુધીમાં 22 કેસ સામે આવ્યા છે. આ પહેલાં પણ દક્ષિણ આફ્રિકામાં કોરોના વેરિએન્ટના કેસ સામે આવ્યા હતા. ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં કોરોનાનો બીટા વેરિએન્ટ સામે આવ્યો હતો, જ્યારે આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં જ વેરિએન્ટ સી.1.2 ની જાણ થઈ હતી. બીજી તરફ હાલમાં જ WHOના યુરોપ ઓફિસે કહ્યું હતું કે એક શક્યતા મુજબ 53 દેશમાં આગામી વસંત સુધીમાં કોરોના વાયરસની મહામારીથી વધુ સાત લાખ લોકોના મોત થશે, જેના કારણે સંક્રમણથી મોતની કુલ સંખ્યા 20 લાખથી વધુ થઈ શકે છે. 

    AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) દિલ્હીના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે દેશમાં કોવિડની પહેલી બે લહેરમાં જે અસર થઈ હતી એની સરખામણીએ ત્રીજી લહેરમાં આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે હાલ સંક્રમણના મામલામાં વધારો ન થવો એ વાતની ખાતરી આપે છે કે રસી હાલ પણ વાઈરસથી સુરક્ષા આપી રહી છે અને હાલ રસીના ત્રીજા બૂસ્ટરની કોઈ જરૂરિયાત નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply