Skip to main content
Settings Settings for Dark

કોરોનાનું સંક્રમણ વધતાં ફ્રાંસ સરકાર કોરોનાના નવા નિયમો જાહેર કરશે

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ફ્રાંસમાં પણ કોરોના ઝડપથી વધી રહ્યો છે. આ બાબતને જોતા આજે ફ્રાંસ સરકારનું કોરોનાના નવા નિયમોની જાહેરાત કરશે. સાવચેતીના પગલાંરૂપે  હેલ્થ પાસ વગર લોકોને જાહેર સ્થળો પર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ યુરોપ કોરોનાના સંક્રમણનું કેન્દ્ર બની રહ્યું છે, હાલમાં વિશ્વનું 60 ટકા સંક્રમણ યુરોપના દેશોમાં ફેલાયેલું છે. કોઇ પણ દેશ અત્યાર સુધીમાં કોરોના સામે કાબૂ મેળવી શક્યો નથી, વેક્સિનેશન પછી પણ સતર્કતા રાખવી ખુબ જ જરૂરી છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 25.96 કરોડથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા, 51.51 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. વિશ્વમાં સૌથી વધુ કોરોનાના સંક્રમણ અમેરિકામાં ફેલાયું છે. છેલ્લા 24 કલાકમાં 95 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. 

    વિશ્વની સરખામણીએ ભારતે તાકીદે લીધેલાં પગલાં સ્વરૂપે રસીકરણ અભિયાન અને જરૂરી સામાજિક અંતર દ્વારા કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply