કોરોનાનો કહેર : અમેરીકામાં એક જ દિવસમાં 2000થી વધુ મોત
Live TV
-
પાછલા 24 કલાકમાં કોરોનાથી 2,108 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે હવે અડધા મિલિયનથી વધુ પુષ્ટિ થયેલા પોસિટિવ ચેપ છે
કોરોના વાયરસનો કહેર જ્યારે વિશ્વ ભરમાં તાંડવ મચાવી રહ્યો છે ત્યારે અમેરિકા કોરોનાનું એપીસેંટર બની રહ્યું છે. અમેરિકામાં હાલત ગંભીર બની છે. અમેરિકા એક જ દિવસમાં 2 હજારથી વધુ કોરોનાવાયરસથી મૃત્યુ નોંધાવનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા દર્શાવે છે કે પાછલા 24 કલાકમાં 2,108 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે હવે અડધા મિલિયનથી વધુ પુષ્ટિ થયેલા પોસિટિવ ચેપ છે. આ આંકડા પરથી લાગી રહ્યું છે કે યુએસ ટૂંક સમયમાં વિશ્વભરમાં સૌથી વધુ કોરોનાવાયરસથી મૃત્યુ પામનાર દેશ તરીકે ઇટાલીને પાછળ છોડી શકે છે. જોન્સ હોપકિન્સના જણાવ્યા અનુસાર યુએસમાં ઓછામાં ઓછા 18,693 મૃત્યુ અને 500,399 પુષ્ટિવાળા કેસો છે. આમાથી લગભગ અડધા મોત ન્યુ યોર્ક વિસ્તારમાં નોંધાયા છે. ઇટાલીમાં 18,849 લોકોનાં મોત થયાં છે જ્યારે વૈશ્વિક સ્તરે આ વાયરસથી 102,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. સંશોધનકારોએ આગાહી કરી હતી કે શુક્રવારે યુ.એસ.ના મૃત્યુની સંખ્યા ટોચ પર આવશે અને ત્યારબાદ ધીરે ધીરે ઘટાડો થવાનું શરૂ થશે, જે 1 મે સુધીમાં એક દિવસમાં આશરે 970 લોકો પર આવી જશે.
