વિશ્વમાં કોરોના વાઇરસનું સંકટ યથાવત, સંક્રમિત લોકોની કુલ સંખ્યા 17 લાખને પાર
Live TV
-
કુલ કેસમાંથી 3 લાખ 65 હજાર જેટલા લોકો સાજા પણ થઈ ગયા છે.
વિશ્વમાં કોરોના વાઇરસના કેસ 17 લાખ 80 હજારને પાર થઈ ચૂક્યા છે. જ્યારે એક લાખ 8 હજાર લોકોના મૃત્યુ નોંધાયા છે. સંક્રમણના કુલ કેસમાંથી 4 લાખથી વધું લોકો સાજા પણ થઈ ગયા છે. બ્રિટનની અંદર એક દિવસમાં 980 મૃત્યુ નોંધાયા છે. જે બ્રિટનમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મૃત્યુ છે. બીજી તરફ સ્પેન અને ઇટાલીમાં દિવસે ને દિવસે પરિસ્થિતી સુધરતી હોય તેમ જણાય છે. તેમજ નવા કેસ અને મૃત્યુમાં ઘટાડો થતો હોય , તેવી માહિતી બહાર આવી રહી છે. ઇટાલીએ આર્થિક સંકટ વચ્ચે પણ લોકડાઉનને 3 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. સાઉથ આફ્રિકાએ લોકડાઉનને લંબાવતા એપ્રિલ સુધીનું કર્યું છે. WHOએ ચેતવણી આપી છે કે, જો લોકડાઉન બાબતે દેશો દ્વારા ઢીલ મુકાશે , તો વાઇરસનું સંકટ ફરીથી આવી શકે છે.
