Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો ભરડો: સંક્રમણનો કુલ આંક 36 લાખને પાર તો મૃત્યુઆંક 2.51 લાખને પાર

Live TV

X
  • દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 36 લાખથી વધુ લોકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચુક્યાં છે. તો આ જીવલેણ વાઈરસના કારણે વિશ્વભરમાં 2 લાખ 51 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 11 લાખ 78 હજાર લોકો સંક્રમિત થઈ ચુક્યાં છે.જ્યારે 79 હજારથી વધુ લોકો મોતને ભેટ્યાં છે. આ તરફ ફ્રાંસમાં કોવિડ-19થી જીવ ગુમાવનારાઓની સંખ્યાં 25 હજારને પાર થઈ છે. છેલ્લાં 24 કલાકમાં 306 લોકોનાં મોત થયાં છે.તેની સાથે જ ફ્રાંસમાં મૃતકોનો આંક 25 હજાર 168 પર પહોંચી ગયો છે. ફ્રાંસમાં માર્ચની મધ્યમમાં લોકડાઉન લાગુ કરાયું હતું પરંતુ હવે ધીરે-ધીરે દુકાનો અને શાળાઓને ખોલવાની યોજના બનાવાઈ રહી છે. કોરોના મહામારીનો સામનો કરી રહેલા સ્પેનમાં 7 સપ્તાહથી લોકડાઉન લાગુ છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં સ્પેનમાં 164 લોકોનાં મોત થયાં છે આમ અત્યાર સુધીમાં સ્પેનમાં કુલ 25 હજાર 428 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો સંક્રમિતોની સંખ્યાં 2 લાખ 18 હજારથી વધુ પહોંચી ગઈ છે. આ તરફ યુરોપીય દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.ઈટાલીમાં હાલ આ વાઈરસથી 29 હજારથી વધારે લોકોનાં મોત થયાં છે.જ્યારે દેશમાં કુલ સંક્રમિત કેસ બે લાખ 11 હજારથી વધુ છે. ઈટાલીમાં શરતોને આધિન લોકડાઉનમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે. તો પાકિસ્તાનમાં કુલ 20 હજારથી વધુ સંક્રમિત કેસ નોંધાયા છે જ્યારે 476 લોકોનાં મોત થયાં છે. બાંગ્લાદેશની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 688 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે.આમ અત્યાર સુધીમાં બાંગ્લાદેશમાં કુલ 10 હજાર 143 સંક્રમણના કેસ નોંધાયા છે. અને અત્યાર સુધીમાં 182 લોકોનાં મોત થયાં છે, દેશમાં 16 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. તો ચીનમાં આજે એક કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો છે જો કે, છેલ્લાં ત્રણ સપ્તાહમાં ચીનમાં કોરોનાનાં કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અત્યાર સુધીમાં કોરોના મહામારીના કારણે ચીનમાં 4 હજાર 633 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply