Skip to main content
Settings Settings for Dark

ઇરાકના પૂર્વ ગુપ્તચર વડા મુસ્તફા અલ-કાદિમીએ વડા પ્રધાનપદે શપથ લીધા

Live TV

X
  • ઇરાકમાં કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાને કારણે ઉભી થયેલી ગંભીર આર્થિક કટોકટી વચ્ચે ગુપ્તચર એજન્સીના પૂર્વ વડા મુસ્તફા અલ-કાદિમીએ દેશના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.

    ઇરાકમાં કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાને કારણે ઉભી થયેલી ગંભીર આર્થિક કટોકટી વચ્ચે ગુપ્તચર એજન્સીના પૂર્વ વડા મુસ્તફા અલ-કાદિમીએ દેશના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. સંસદના અધિવેશનમાં 255 સાંસદોએ હાજરી આપી હતી અને દેશમાં પાંચ મહિનાના નેતૃત્વની કટોકટીનો અંત લાવતા ઇરાકના વડા પ્રધાન તરીકે મુસ્તફા અલ-કાદિમીના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

    જ્યારે કાદિમીને વડાપ્રધાન પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે ઇન્ટેલિજન્સ ચીફ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે તે સમયે વડા પ્રધાન પદ સંભાળ્યું છે જ્યારે તેલની ઘટતી ઘટ વચ્ચે ઇરાક અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યો છે.અધિવેશન દરમિયાન સાંસદોને સંબોધિત કરતા કદિમીએ કહ્યું કે, આ સરકાર આપણા દેશને સામનો કરી રહેલા સામાજિક, આર્થિક અને રાજકીય સંકટને પહોંચી વળવા માટે આવી છે. આ સરકાર સમસ્યાઓનું સમાધાન કરશે અને કટોકટી વધારશે નહીં
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply