કોરોના અસર: માસ્ક અને ગોગલ્સની વૈશ્વિક અછતની WHOની ચેતવણી
Live TV
-
કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં મેડિકલ સાધનોની વૈશ્વિક અછત પ્રત્યે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવ્યા છે...દુનિયાભરમાં માસ્ક અને ગોગલ્સની ઉઠી રહેલી માગણીને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો અને સરકારોને અંગત સ્તર પર આ પ્રોડક્ટ્સના નિર્માણમાં 40 ટકા વધારો કરવાનું આહ્વાન કર્યું છે...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે કોરોના વાયરસને પહોંચવા માટે સ્વાસ્થ્યકર્મીઓ પાસે માસ્ક અને ગોગલ્સ જેવી સુરક્ષાત્મક વસ્તુઓની ભારે અછત વર્તાઈ રહી છે..સાથે જ WHOએ આ મેડિકલ પ્રોડક્ટ્સની જમાખોરી અને દુરુપયોગ પણ ચેતવણી આપી છે..WHO પ્રમુખ તેદ્રોસ અદહાનોમ ધેબ્રેયેસસે કહ્યું કે સંગઠને 27 દેશોમાં પાંચ લાખથી વધારે વ્યક્તિગત સુરક્ષાત્મક સામગ્રી મોકલી છે, સાથે જ ચેતવણી આપી છે કે તેમનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે..
