Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો કહેર: વિશ્વમાં કુલ 3,201થી વધુ લોકોના મોત

Live TV

X
  • દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ઓછું થવાનો નામ નથી લઈ રહ્યો...અત્યાર સુધી દુનિયાના વિભિન્ન ભાગોમાં 3201થી વધુ લોકોના મોત કોરોના વાયરસના કારણે થી ચૂક્યા છે..તો 93,025 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ છે...ચીનમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક 2981ને પાર થઈ ગયો છે..જ્યારે નવા 125થી વધારે કેસો સામે આવ્યા છે...આ સાથે જ ચીનમાં 80,270થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે...

    અમેરિકામાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધી કુલ 9 લોકોના મોત થયા છે...તો 105 કન્ફર્મ કેસ નોંધાયા છે...અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમનું પ્રશાસન અમેરિકામાં કોરોના વાયરસના અધિક કેસવાળા ક્ષેત્રોમાં પ્રવાસ પર કાપ મૂકી શકે છે..

    તો બીજી બાજુ ઈટલીમાં અત્યાર સુધી 79 લોકોના મોત થયા છે, જ્યારે 2502થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે..આ સંખ્યા યૂરોપના તમામ દેશોમાં સૌથી વધારે છે..

    કયા દેશમાં શું સ્થિતિ?
    -----------------------------------
    ઈરાનમાં કોરોના વાયરસને કારણે 77 લોકોના મોત, કુલ 2,336 કેસની પુષ્ટિ
    ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 2981ને પાર
    ઈટાલીમાં કોરોના વાયરસને કારણે 79 લોકોના મોત, 2502 વધુ લોકો કોરોના સંક્રમણનો શિકાર
    અમેરિકામાં કોરોના વાયરસને કારણે 9 લોકોના મોત, 105થી વધુ લોકો કોરોના સંક્રમણનો શિકાર
    અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું નિવેદન, હાલમાં દેશમાં કોરોના વાયરસનો ખતરો ઓછો થયો
    ફ્રાન્સમાં કોરોના વાયરસથી 4ના મોત, કુલ 212 કેસની પુષ્ટિ
    સાઉદી અરબમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ જોવા મળ્યો
    સેનેગલમાં પણ કોરોના વાયરસના એક કેસની પુષ્ટિ થઈ છે
    દ.કોરિયામાં 32નાં મોત, 5328 કોરોનાના કન્ફર્મ કેસ સામે આવ્યા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply