પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના કારણે બેલ્જિયમ યાત્રા કરી મોકૂફ
Live TV
-
કોરોના વાઈરસને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બેલ્જિયમ પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે ભારત- યુરોપિયન યુનિયન સમ્મેલનની નવી તારીખ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી હતી.
કોરોના વાઈરસને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બેલ્જિયમ પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે ભારત- યુરોપિયન યુનિયન સમ્મેલનની નવી તારીખ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ હતું કે જ્યાં સુધી ભારત- યુરોપિયન સંઘ શિખર સમ્મેલનની બાબત છે તો તેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેવા માટે જવાના હતા. જોકે, કોરોના વાઈરસની જે સ્થિતિ સર્જાઈ છે તેને જોતા આ યાત્રા હાલના તબક્કે યોજી શકાય તેમ નથી. આ સંજોગોમાં આ પ્રવાસને હાલ પૂરતા મોકૂફ કરવામાં આવ્યો છે. શિખર સમ્મેલન અંગેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
