મધ્યપૂર્વના દેશોમાં કોરોનાનો કહેર યથાવત
Live TV
-
સંયુક્ત અરબ અમીરાતમાં કોરોના વાયરસના 15 નવા કેસ જોવા મળ્યા, જ્યારે સાઉદી અરેબીયાએ વિદેશી નાગરિકો ઉપર મૂક્યો પ્રતિબંધ
સંયુક્ત આરબ અમીરાત-યુએઈના આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે કોરોના વાયરસના 15 નવા કેસો મળી આવ્યા છે. આ પછી દેશમાં આ વાયરસના કુલ 45 કેસ નોંધાયા છે. મંત્રાલય મુજબ, કોરોના અસરગ્રસ્ત લોકોમાં થાઇલેન્ડ, મોરોક્કો, ચીન, ભારત, સાઉદી અરેબિયા, ઈરાન અને ઇથોપિયાના નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુએઈના ત્રણ લોકોમાં વાયરસની પુષ્ટિ થઈ છે. દરમિયાન, ચીનના ચેપગ્રસ્ત બે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સાઉદી અરેબીયાએ આજે કોરોના વાયરસને રોકવા માટેના સાવચેતી પગલા તરીકે સંયુક્ત અરબ અમીરાત, કુવૈત અને બહેરિનથી આવતા નાગરિકો પર અસ્થાયી પ્રતિબંધ જાહેર કર્યો છે. સાઉદી પ્રેસ એજન્સી અનુસાર, આ દેશોના નાગરિકોને માત્ર રિયાધના કિંગ ખાલીદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, જદ્દાના કિંગ અબ્દુલ અઝીઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક દ્વારા પ્રવેશ આપવામાં આવશે.
રસ્તાઓ દ્વારા સાઉદી અરેબિયા અને આ ત્રણેય દેશો વચ્ચેના રસ્તાઓની અવરજવર ફક્ત વ્યાપારી ટ્રક્સ દ્વારા કરવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ નિર્ણય કોરોના વાયરસના ફેલાવાને રોકવા અને નાગરિકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યો છે.
