કોરોના વાયરસને કારણે એક વર્ષ માટે ટળ્યું ટોક્યો ઓલિમ્પિકનું આયોજન
Live TV
-
ટોક્યોઃ કોરોના વાયરસને કારણે ટોક્યો ઓલિમ્પિકનું આયોજન 1 વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે. ટોક્યો ઓલિમ્પિક રમતોનું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ 2020 વચ્ચે થવાની હતી. હવે તે 2021મા યોજાશે.
આબેએ કહ્યું કે, કોવિડ-19 મહામારી વચ્ચે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ન કરી શકાય. તેમણે કહ્યું કે, આ ગેમ્સને સ્થગિત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આબેએ આઈઓસી ચીફ બાકની સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.
અગાઉ આઈઓસીએ કહ્યું હતું કે, ઓલિમ્પિકના આયોજનને લઈને કોઈ નિર્ણય આગામી 1 મહિનાની અંદર થશે પરંતુ પ્રધાનમંત્રી આબેના ઘર પર કેબિનેટની મહત્વની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ પીએમ શિંઝો આબેએ આઈઓસી ચીફની સામે આ રમતને ટાળવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
પીએમે કહ્યું કે, થોમસ બાક એક વર્ષના સ્થગન પર 100% રાજી છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ ઓલિમ્પિકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ બંન્ને દેશોએ પોત-પોતાના ખેલાડીઓને ટોક્યો ન મોકલવાનો નિર્ણય લીધો હતો.
