વિશ્વમાં કોરોનાનો કહેર, કુલ કેસોની સંખ્યા પોણા ચાર લાખથી પણ વધુ
Live TV
-
વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર હજી પણ યથાવત , કોરોનાના કુલ કેસોની સંખ્યા આંબી ગઈ છે પોણા ચાર લાખથી (3,75,498) પણ વધુ. 16000 થી પણ વધુ લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. વિશ્વના કુલ કેસોની સરખામણીએ 17% કેસ ઇટલીમાં નોંધાઈ ચુક્યા છે ઈટલીમાં હાલ 63000થી વધુ કેસ નોંધાયા છે અને મૃતકોની કુલ સંખ્યા 6 હજારથી પણ પહોંચી છે. સ્પેનમાં બુધવારે કોરોના વાયરસના કારણે 738 લોકોના મૃત્યુ થતા આ વાયરસના કારણે સહુથી મૃત્યુ નોંધાવનાર દ્વીતીય રાષ્ટ્ર બન્યુ છે. સ્પેનમાં 33,000થી વધુ કેસ નોંધાયા છે અને 2 હજારથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે. 42000થી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે અને મૃત્યુ આંક 471 સુધી પહોંચી ગયો છે. 196 દેશો અને પ્રદેશોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે.
પ્રિન્સ ચાર્લ્સ (Prince Charles) નો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સને સ્કોટલેન્ડ ખાતે સેલ્ફ આઇસોલેશન માં રાખવામાં આવ્યા છે. 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ સ્થિતિ હાલ સ્થિર છે. જર્મનીએ પરિવાર સિવાય બે કરતા વધુ લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઈટાલીએ પણ મૃત્યુની સંખ્યા વધતા લૉક-ડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, સ્પેનમાં કોરોનાથી મૃત્યુદર ઈટાલી કરતા પણ વધુ હોવાથી ચિંતાનો વિષય બની રહ્યો છે.
