Skip to main content
Settings Settings for Dark

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર, મૃતકોની સંખ્યા 19,752થી પણ વધી

Live TV

X
  • વિશ્વભરમાં કોરોના વાયરસ હજી પણ આતંકિત કરી રહ્યો છે. કુલ કેસોની સંખ્યા 4લાખ ,40 હજારની પાર પહોંચ્યો છે અને મૃતકોની સંખ્યા 19 હજાર 752 સુધી પહોંચી છે. ઈટલીમાં જ ,મૃતકોની કુલ સંખ્યા 7 હજાર ,500 સુધી પહોંચી છે.

    વિશ્વભરમાં કોરોના વાયરસ હજી પણ આતંકિત કરી રહ્યો છે. કુલ કેસોની સંખ્યા 4લાખ ,40 હજારની પાર પહોંચ્યો છે અને મૃતકોની સંખ્યા 19 હજાર 752 સુધી પહોંચી છે. ઈટલીમાં જ ,મૃતકોની કુલ સંખ્યા 7 હજાર ,500 સુધી પહોંચી છે. જયારે સ્પેનમાં 3 હજાર , 434 થી પણ વધુ મૃત્યુ થયા છે. અમેરિકામાં પણ કોરોના વાયરસે 100 લોકોનો ભોગ લીધો છે. સ્થિતિની ગંભીરતા જોતાં અમેરિકી સેનેટે બે ટ્રિલિયન ડોલરના કોરોના રાહત ભંડોળ વિધેયકને મંજૂરી આપી દીધી છે. 192 દેશો , અને પ્રદેશોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. કુલ કેસોમાંથી 29.21 ટકા દર્દીઓ સાજા થઈ ચૂકયા છે. ઈટાલીએ પણ મૃત્યુની સંખ્યા વધતા , લૉક-ડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, સ્પેનમાં કોરોનાથી મૃત્યુદર , ઈટાલી કરતા પણ વધુ હોવાથી ચિંતાનો વિષય બની રહ્યો છે. યુકેમાં પણ વધુ 11 લોકોના મોત નીપજતા મૃત્યુ આંક 433 થયો છે. પ્રિન્સ ચાલ્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના અહેવાલોને સમર્થન મળી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply