કોરોના વાયરસ : કહેર યથાવત, મૃત્યુઆંક 700 ને પાર
Live TV
-
જ્યારે ચીનમાં 27 હજાર 657 શંકાસ્પદ કોરોના વાયરસનાં કેસ જણાયા છે. ચીનમાં સારવાર હેઠળ રહેલા 2 હજાર 52 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ચીનમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં 723 લોકોનાં મૃત્યું નીપજ્યાં છે, તો 3 હજાર 399 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ગઈકાલે 86 લોકો મૃત્યુને ભેટ્યાં હતા. આમ કુલ 34 હજાર 598 કેસની પુષ્ટી થઈ છે અને વિદેશમાં કોરોનાના કેસની સંખ્યા 250 થઈ છે. જ્યારે ચીનમાં 27 હજાર 657 શંકાસ્પદ કોરોના વાયરસનાં કેસ જણાયા છે. ચીનમાં સારવાર હેઠળ રહેલા 2 હજાર 52 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોના વાયરસનાં સંક્રમણની અસર જોવા મળી છે.કેરળમાં કોરોના વાયરસના 3 કેસોની પુષ્ટિ થઈ છે. ભારતમાં કોરોના વાયરસના ખતરા સામે લડવાની તમામ તૈયારીઓ પૂર્ણ છે. અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને તમામ પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહી છે. સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કરી છે
