Skip to main content
Settings Settings for Dark

છેલ્લાં પચાસ વર્ષમાં એન્ટાર્કટિકાનું તાપમાન આશરે 3 ડિગ્રી સેલ્સેયિસ વધ્યું 

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્ર મોસમ વિજ્ઞાન સંગઠને જણાવ્યું કે પશ્ચિમ તટ પર આશરે 87 ટકા ગ્લેશ્યિર ઓગળી રહ્યું છે

    વિશ્વમાં વધતું તાપમાન હવામાન વૈજ્ઞાનિકો માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. આર્જેન્ટિનાના એક રિસર્ચ અનુસાર એન્ટાર્કટિકા મહાદ્વીપમાં 18.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ગુરૂવારે લેવાયેલું આ તાપમાન પહેલા નોંધવામાં આવેલા ઉચ્ચતમ તાપમાન કરતાં 0.8 સેલ્સિયસ વધું છે. આ પહેલા માર્ચ 2015માં 17.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ તાપમાન ઉત્તર-પશ્ચિમ શિખર એન્ટાર્કટિકા પર રેકોર્ડ કરવામાં આવ્યું છે. જે પૃથ્વીનું સૌથી વધુ ઝડપથી ગરમ થતું ક્ષેત્ર છે. સંયુક્ત રાષ્ટ્ર મોસમ વિજ્ઞાન સંગઠને આ અંગેની પુષ્ટી કરી છે કે, છેલ્લાં પચાસ વર્ષમાં એન્ટાર્કટિકા મહાદ્વિપનું તાપમાન આશરે 3 ડિગ્રી સેલ્સીયસ વધ્યું છે. સંગઠને એ પણ જણાવ્યું છે કે, પશ્ચિમ તટ પર આશરે 87 ટકા ગ્લેશ્યિર ઓગળી રહ્યું છે. WMOએ ઉમેર્યું કે, વિશ્વમાં વધી રહેલા તાપમાનના કારણે ગત 12 વર્ષમાં ઝડપથી ગ્લેશ્યિર ઓગળી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply